મે 16, 2014

'ઈસક'નું એક મધમીઠું ગીત






કેટલાક ગીતો માત્ર એક જ વાર કાને પડી જાય તો હંમેશા માટે મનમાં વસી જાય છે. 2013માં રજૂ થયેલી ફિલ્મ 'ઈસક'નું એક ગીત સાંભળીને બળબળતા તાપમાં શીળી છાંયા મળી જાય અને જેવી અનુભૂતિ થાય એવી જ કંઈક લાગણી થઈ. ગીત સાંભળીને  નક્કી  કરવું મુશ્કેલ છે કે આટલા સુંદર ગીત માટે કોને કોને દાદ આપવી.... ગીતકાર, સંગીતકાર, કે પછી ગાયકો....
સાડા સાત મિનીટ લાંબું ગીત સાંભળતા  ભાવસમાધિમાં ખોવાઈ જવાય એવું છે. ગીત માટે એના બધા જ કલાકાર-કસબીઓએ સહિયારી મહેનત લીધી છે. ગીતકાર નીલેશ મિશ્રાની અત્યંત ભાવવાહી રચના, તબલાં અને સારંગી જેવા પરંપરાગત હિન્દુસ્તાની વાદ્યોનો ઉપયોગ કરીને આપણી ગુજ્જુ સંગીતકાર બેલડી સચિન સંઘવી- જિગર સરૈયાએ કરેલું અદભૂત સ્વરસંયોજન અને ઉસ્તાદ રાશિદ ખાન અને પ્રતિભા સિંઘ બઘેલના સ્વર.... સંગીત શોખીન મિત્રોને કદાચ યાદ હશે, પ્રતિભા સિંઘ ઝી ટીવી પર આવતા શો સા રે ગા મા પા ના વર્ષ ૨૦૦૯માં એક ટોચની સ્પર્ધક રહી ચૂકી છે. રાશિદ ખાન સાહેબના ભારે અવાજની સામે પ્રતિભાનો મધમીઠો અવાજ દિલમાં અનેરું સ્પંદન ઉભું કરે છે. અને એમાંયે દાદ આપવી પડે નીલેશ મિશ્રાજીને....

धूप में झुलस गए दूरियों से हारे
पार क्या मिलेंगे कभी छाँव के किनारे
छाँव के किनारे कभी, कहीं मझधारे कभी
हम तो मिलेंगे देखना
तेरे सिराहने कभी, नींद के बहाने कभी
आएँगे हम ऐसे देखना.....

આવી આવી સુંદર પંક્તિઓ સાંભળીને ભલા કોનું દિલ બાગ બાગ ન થઇ જાય? એમાંયે બે અંતરા વચ્ચે બેકગ્રાઉન્ડમાં વાગતી સરગમનો ધ્વનિ... અદભૂત.. અદભૂત...

http://www.youtube.com/watch?v=LNqmP2rHZf0&client=mv-google&gl=IN&guid=&hl=en-GB&app=desktop&persist_app=1&guid=


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો