મે 21, 2014

આપ કી નજરોં ને સમજા...






કોઈ ભેદી ગુફામાં ભંડારાયેલા ખજાનાની જેમ, આપણા મનની ગુફામાં પણ અનેક અમૂલ્ય મોતી સમા સંસ્મરણો પડેલા હોય છે. જેમ કે, આપણને ગમતાં ગીતો-કવિતાઓ....


બચપણમાં, કવિતાનો 'ક' શીખીએ તે પહેલાં, કાલીઘેલી જબાનમાં ગાયેલાં જોડકણાં-ગીતો આપણને કંઠસ્થ થઈ જાય છે. એટલું જ નહીં, આપણા મન સાથે પણ તદ્રૂપ થઈ જાય છે. એ જ રીતે રેડિયો પર સાંભળેલા ગીતો, મનનાં કોઈ ખૂણામાં કોઈ 'ટ્રેઝર આયલેન્ડ'ની જેમ સચવાઈને-ઢબૂરાઈને પડી રહ્યાં હોય છે- મનના એકાન્તમાં. અને ક્યારેક અજાણપણે, અણચિંતવ્યું જ આવું કોઈ ગીત સ્મરણપટ પર ઊભરી આવે છે.

એવું જ આ એક ગીત.... પ્રેમની જવાળાઓમાંથી પાવન થઈને નીખરેલા સફળ પ્રેમનું ગીત.... મનને પ્રસન્ન કરી મૂકતો, કાનની ગુફાઓમાં ગૂંજી ઊઠતો, કંઠના ઠાઠની પ્રાસાદિકતાથી ભર્યા ભર્યા માદક ઉદ્ગારથી સમૃદ્ધ એવો લતાજીનો સ્વર...... કાન પણ ગુંબજ બનીને સેંકડો શરણાઈઓના સૂરની માફક જેને પડઘાવે, આંખ-કાન-મન-અંતર -ભીતર-બાહર બધું જ તરબતર થઈ જાય એવા કૈફી આઝમીના શાંત, શાતાદાયક શબ્દો!

* અખિલ બ્રહ્માંડની ખુશીને સમેટીને પોતાના પ્રિયપાત્રની હૂંફાળવી હથેળીના ગોખલામા હકીકત રૂપે બિડી દેનાર પ્રેમીઓને આ ગીત સમર્પિત છે......

આપ કી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે...
દિલ કી એ ધડકન ઠહર જા, મિલ ગયી મંજિલ મુજે...


http://www.youtube.com/watch?v=yPhBr3U-7Qk

2 ટિપ્પણીઓ: