મે 16, 2014

કાવ્ય પઠન... નાના પાટેકરનાં સ્વરમાં...



૨૦૦૭માં એક પ્રયોગાત્મક ફિલ્મ આવેલી - 'દસ કહાનિયાં'. ચોવીસ જેટલા કલાકારોએ ભજવેલા  અલગ અલગ પાત્રોની દસ વાર્તાઓને છ નિર્દેશકોએ રૂપેરી પડદે કંડારેલી. જો કે, ફિલ્મની દસ વાર્તાઓ પૈકી, ત્રણ-ચાર જ એવી હતી કે જે એકવાર જોયા બાદ હંમેશા માટે યાદ રહી જાય. ફિલ્મ વિશે ઓર એક રસપ્રદ બાબત એ હતી કે,
ગુલઝાર સાહેબે દસે દસ વાર્તાઓ વાંચીને, દરેક વાર્તાને અનુરૂપ એક એક કવિતા લખેલી. જેને અલગ અલગ કલાકારોના અવાજમાં રેકોર્ડ કરવામાં આવેલી. ફિલ્મના ગીતોની સાથે જ આ આલ્બમ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું. પણ ફિલ્મમાં આ કવિતાઓને કદાચ સમયના અભાવે સામેલ કરવામાં આવી ન હતી. આજે જેની વાત કરવી છે એ, ગુલઝાર સાહેબની જ લખેલી 'ગુબ્બારે' નામક વાર્તા, કે જે આ ફિલ્મમાં સામેલ છે, તેને અનુલક્ષીને લખાયેલી કવિતા છે.

વિતેલા દિવસોની સુખદ સ્મૃતિઓ વાગોળતા રહેવાનું કોને નથી ગમતું? પણ આ યાદોને, સીધા જ દિલની આરપાર ઊતરી જાય એવા શબ્દોમાં કાગળ પર ઊતારવાનું કામ, ગુલઝાર સાહેબ બખૂબી કરી જાણે છે. અને જ્યારે આવા સંવેદનશીલ શબ્દોને નાના પાટેકર જેવા કલાકાર પોતાના વિશિષ્ટ અવાજમાં ઉચ્ચારે છે, ત્યારે કવિતાને એક અનન્ય કાવ્યાત્મક આયામ બક્ષે છે.

તેરે ઉતારે હુએ દિન ટંગે હૈ લોન મેં અબ તક,
ના વો પુરાને હુએ હૈ, ન ઉનકા રંગ ઉતરા.
કહીં સે કોઈ ભી સીવન અભી નહીં ઉધડી......


કાવ્ય પઠન એ એક અદ્ભૂત કલા છે. કવિતા વાંચીને પછી નાના પાટેકરના અવાજમાં સાંભળો ત્યારે ખ્યાલ આવે કે, ગુલઝાર સાહેબને વાંચવાની જેટલી મજા આવે એટલી જ મજા, નાના પાટેકરના ઘૂંટાયેલા અવાજમાં તેને સાંભળવામાં આવે છે.  

http://m.youtube.com/watch?v=kKthNLbSQJ8&p=150128A0E9AADBF2&hl=en&guid=&client=mv-google&gl=US



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો