જૂન 30, 2014

હમેં તુમ સે પ્યાર કિતના...... પરવીન સુલતાના



"હમેં તુમ સે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે.. મગર જી નહીં સકતે.. તુમ્હારે બીના.."

ફિલ્મ ‘કુદરત’નું આ બેહદ ખૂબસૂરત ગીત ગાનારી ગાયિકા પરવીન સુલતાના એટલે અત્યંત વિલક્ષણ પ્રતિભાશાળી શાસ્ત્રીય ગાયિકા, જેમને ૧૯૭૬માં માત્ર ૨૫ વર્ષની ઉમરે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો જે એક કીર્તિમાન છે. ઉપરાંત, તેમને ૧૯૭૨માં ‘ક્લીયોપેટ્રા ઓફ મ્યુઝિક’, ૧૯૮૦માં ‘ગૌરવ કલાનિધિ’, ૧૯૮૬માં ‘મિયાં તાનસેન’ તથા ૧૯૯૯માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઉપરાંત નાનામોટા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જ એટલે કે ૨૦૧૪માં પદ્મભૂષણ સન્માનથી તેમને નવાજવામાં આવ્યા છે.

જૂન 29, 2014

હૂંફાળો માળો.... તુષાર શુક્લ




શ્રી તુષાર શુક્લ એક સિદ્ધહસ્ત કવિ અને લેખક હોવા સાથે કુશળ વક્તા અને કાર્યક્રમોના સંચાલક પણ છે. એમના સંચાલન હેઠળના કવિ સંમેલન અને બીજા સાહિત્ય વિષયક કાર્યક્રમો નીખરી ઉઠે છે. એમને સાંભળવા એ લ્હાવો છે.

જૂન 28, 2014

Pancham: The Fifth Note.....

Some men never die…..


રાહૂલ દેવ બર્મન એટલે કે પંચમ- હિન્દી ફિલ્મ જગતના એક મહાન સંગીતકાર અને ગાયક.. અત્યંત વિલક્ષણ પ્રતિભાશાળી એવા આ સંગીતકારે ભારતીય અને પશ્ચિમી સંગીતનું અફલાતૂન મિશ્રણ પોતાની ધૂનોમાં કર્યું અને લગભગ દોઢ દશક જેટલા સમયમાં વિવિધ ભાષાઓની ત્રણસોથી યે વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું. વ્યાપક વિવિધતાથી ભરપૂર તેમના ગીતોમાં અનેરી તાજગી રહેતી, જેને સંગીત ચાહકોનો એક વિશાલ વર્ગ આજે પણ ખૂબ જ પસંદ કરે છે.

જૂન 27, 2014

પંચમ-ગુલઝારની જોડીનું એક અનોખું ગીત...



એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને
તુને સાડી મેં ઉડસ લી હૈ મેરી ચાભિયાં ઘર કી
ઔર ચલી આઈ હૈ બસ યું હી મેરા હાથ પકડ કર
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને

જૂન 26, 2014

મદન મોહન




મદન મોહન કોહલી- (જન્મ: ૨૫ જૂન, ૧૯૨૪; દેહવિલય: ૧૪ જૂલાઈ, ૧૯૭૫)- બોમ્બે ટોકિઝ ફિલ્મ કંપનીના એક નિર્દેશક એવા રાયબહાદૂર ચુન્નીલાલ કોહલીના સુપુત્ર. હિન્દી ફિલ્મોના એક આલા દરજ્જાના સંગીતકાર. પોતાના જીવનકાળ દરમિયાન આશરે સો જેટલી ફિલ્મોમાં સર્વોત્કૃષ્ટ રચનાઓ આપીને પોતાના સમકાલીન સંગીતકારોની ભીડ વચ્ચે એક અલગ ઓળખ બનાવવામાં મદન મોહન જરૂર સફળ રહ્યાં. એ આપણી કમનસીબી છે કે તેમને વધારે અવસર ન મળ્યાં, નહીં તો હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની  યશકલગીમાં કંઈ કેટલાય મધુર ગીતો રૂપી સોનેરી પીંછાં ઉમેરાયા હોત.

પૂછો કે પેનમાં.... રમેશ પારેખ




મારા પ્રિય કવિ રમેશ પારેખની અદભૂત રદીફ ધરાવતી ગઝલ.....

પૂછો કે પેનમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

જૂન 23, 2014

સપનાનું ઘર... મુકુલ ચોકસી




પ્રેમમાં પડેલા મુગ્ધજનોના સપનાઓની સોહામણી કલ્પનાઓ મુકુલ ચોકસીની એક મજેદાર રચના દ્વારા તાદૃશ્ય થાય છે. આવો માણીએ!

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો, છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો, નદીના કિનારાની ભીની અસર હો.

તારે જે કહેવું છે મને... વર્ષા બારોટ



તારે જે કહેવું છે મને,
એ જ
મારે કહેવું છે તને
અને
મારે જે કહેવું છે એ જ
કદાચ
તારે પણ મને...
પણ
શબ્દ એકેય મળતો નથી
અને
મૌન એવા આપણે
એકબીજાને
બતાવીએ છીએ -
સૂર્ય,
ફૂલો, પતંગિયાઓ, વૃક્ષો,
વેલી, નદી, તળાવ, ઝરણાંઓ,
ખેતરો, પહાડો, પંખીઓ,
દૂર ક્ષિતિજે
રેલાતા રંગો
અને
હસી પડતા
ચાંદ - તારાઓ.

*વર્ષા બારોટ

જૂન 22, 2014

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં..... રમેશ પારેખ, અનિલ જોશી




ગુજરાતી સાહિત્યના બે મોટા ગજાના કવિઓએ સાથે મળીને કવિતા લખી હોય એવું કદાચ એક જ વાર બન્યું છે. અને એવા સંજોગોમાં એક ઉત્કૃષ્ટ રચના સર્જાય એમાં આશ્ચર્ય શેનું?

આજ ગીત રવીન નાયકના સ્વરમાં નીચેની લીંક પર સાંભળો.

http://grooveshark.com/s/Deli+E+Thi+Pachha/58PUIH 

જૂન 21, 2014

ચાલ સખી પાંદડીમાં..... ધ્રુવ ભટ્ટ



પ્રેમ એટલે ઝાકળના ટીપાને આંગળીના ટેરવાનો સ્પર્શ!
પ્રેમ એટલે છીપલાની હોડીમાં જીવનસાગર તરી જવાનું સાહસ!
પ્રેમ એટલે પૂનમની ચાંદનીમાં કરેલા પ્રેમાલાપની મીઠી યાદો!

કવિ શ્રી ધ્રુવ ભટ્ટની નવજાત બાળકના ગાલ જેવી મૃદુ કવિતા!
ચાલ સખી પાંદડીમાં.....

આ જ  ગીત ક્ષેમુ દિવેટીયાનાં સ્વરાંકન અને અમર ભટ્ટનાં સ્વરમાં સાંભળો....

http://tahuko.com/?p=650 

ઐસા હોતા તો નહીં..... ગુલઝાર...




દરેક માણસ બે રીતે વિચારતો હોય છે. એક દિમાગથી અને બીજું દિલથી. અને એમના બંનેની વચ્ચે સતત ઘર્ષણ થયા જ કરે. એવા જ વિચારો ને રજુ કરતુ ગુલઝારસા'બ નું આ ગીત દિલ અને દિમાગ બન્નેને સ્પર્શી ગયું! ૧૯૬૬માં રજુ થયેલી ફિલ્મ ' સન્નાટા' માટે એમણે લખેલું ગીત એમનું કવિત્વ એ ઉંમરે પણ કેવું પુખ્ત હતું એ દર્શાવે છે.

દિમાગ જ્યારે ખાતરીપૂર્વક નક્કી કરી લે છે કે 'પિયુના મિલનની કોઈ જ શક્યતા નથી.' ત્યારે દિલ હાવી થઇ જાય અને એટલી જ ખાતરી થી જાહેર કરે કે 'હોય કાંઈ? પિયુ ચોક્કસ મળશે, તું જોજે!'

https://www.youtube.com/watch?v=r-TYQJBVsoY 

આહ જગજીત... વાહ જાવેદ...




માનવ દિલમાં ઉઠતી પ્રેમની લાગણીઓ એક સહજ અને આહ્લાદક અનુભૂતિ છે. એનું વર્ણન કરવા શબ્દકોશના શબ્દો અને મહાગ્રંથો યે ઓછા પડે તો બીજી તરફ પ્રેમી દિલ થોડા સીધા સાદા શબ્દોમાં પણ ઘણું બધું સમજી જતાં હોય છે!

આવા જ થોડા સાદા શબ્દોને સથવારે જાવેદ અખ્તરે દિલના ઊંડાણ સુધી પહોંચે એવી વાત કહી છે અને એને જયારે જગજીતસિંહનો સ્વર મળે તો પછી સોને-પે-સોહાગા!!

http://www.youtube.com/watch?v=slZWv_EjuP8 

જૂન 20, 2014

એક ગુજરાતી ગીત.. યેસુદાસના સ્વરમાં....





કટ્ટાસારી જોસેફ યેસુદાસ- આશ્ચર્ય થાય કે ચોખ્ખા અને મધુર સ્વરના માલિક યેસુદાસ છેલ્લા પચાસ વર્ષથી ફિલ્મી સંગીતમાં કાર્યરત છે. સંગીતનું જ્ઞાન એમણે વારસામાં મળ્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે પૈસા ન હોવા છતાં યેસુદાસે કર્ણાટકી સંગીતની તાલીમ મેળવી. નવાઈની વાત એ પણ છે કે શરૂઆતના દિવસોમાં આકાશવાણી ત્રીવેન્દ્રમે એમનો સ્વર ના-પસંદ કર્યો હતો!

હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી... તુષાર શુક્લ




એંશીના દસકાના પાછળના ભાગે આકાશવાણી (ગુજરાતી) પર એક કાર્યક્રમ ખુબ જ પ્રચલિત થયેલો. એનું નામ 'શાણાભાઈ-શકરાભાઈ'....

સાંપ્રત ઘટનાઓ અને સમસ્યાઓ વિષે નો એ કાર્યક્રમ રમુજી અને કટાક્ષપૂર્ણ સંવાદોને કારણે દરેક ઉંમરની વ્યક્તિઓમાં પ્રિય હતો. આ કાર્યક્રમનું સંચાલન ત્યારે શ્રી તુષાર શુક્લ કરતાં.

પૂછતી નહીં કેટલો પાગલ.... સુરેશ દલાલ






પ્રિયતમ પ્રત્યેના પ્રેમનું પ્રમાણ માપવાની વિજ્ઞાન શોધ કરે ત્યાં સુધી સુરેશ દલાલે જણાવેલ આ માપદંડ મને માન્ય છે. આપને?!!

જૂન 16, 2014

તારી આંખનો અફીણી.... વેણીભાઈ પુરોહિત



આજથી આશરે ૬૩ વર્ષ પહેલાં એક ગુજરાતી ગીતે ધૂમ મચાવી દીધી હતી. આ ગીત આજે પણ એટલું જ તાજું અને પ્રસ્તુત લાગે છે. ગુજરાતી ચલચિત્ર 'દીવાદાંડી' ના 'તારી આંખનો અફીણી...' ગીતના ગાયક હતા દિલીપ ધોળકિયા, ગીતકાર વેણીભાઈ પુરોહિત અને સંગીતકાર અજીત મરચન્ટ.

જૂન 15, 2014

એક સ્મરણાંજલિ.... સજ્જાદ હુસૈન....





અર્ધી રાતનો શુમાર હોય.... જેઠ મહિનાની આ કાળઝાળ ગરમીમાં શેકાયેલા તન પર, અગાસીએ ઝળૂંબતો ચંદ્ર, ચાંદનીનો શીતલ લેપ લગાડી રહ્યો હોય.... મંદ મંદ વહેતી હવામાં રેલાતા ’૫૦ થી ‘૬૦ના દશકના સદાબહાર સૂરીલા હિન્દી ફિલ્મી ગીતો  હોય.... વિતેલા જમાનાના લાજવાબ કલાકારોની અપાર મહેનત અને લગનથી સમૃદ્ધ એવો સંગીતનો આ અમૂલ્ય વારસો અને અને આ ખજાનામાંથી ચૂંટેલા મોતી  સમાન એક એક થી ચડિયાતા ગીતો વાગી રહ્યાં હોય અને દિવસભરનો થાક ન જાણે ક્યાં ગૂમ થઇ રહ્યો હોય... આવા માહૌલમાં એક એવા સંગીતકારે કમ્પોઝ કરેલા  ગીત હવામાં વહેતા થાય કે જે સંગીતકારે પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં કેવળ ૧૪ ફિલ્મોમાં જ સંગીત આપ્યું હોય, જી હા, કેવળ ૧૪ જ ફિલ્મો... પણ આ ૧૪ ફિલ્મોના સંગીતમાં એમણે કૈક એવો જાદૂ ચલાવ્યો છે કે આજે સાઠ વર્ષ પછી પણ તેઓ સંગીત ચાહકોના દિલ પર રાજ કરે છે.. આ વાત છે વીતેલા જમાનાનાં મશહૂર સંગીતકાર સજ્જાદ હુસૈનની..

અલ્લાહ મેઘ દે....


એકાદ ચોમાસે વરસાદ હાથતાળી દઈ ગયો હોય ને જેમ તેમ કરીને વરસ વીત્યું હોય ને કાળઝાળ ગરમીમાં ચૈત્ર વૈશાખ મહિના પસાર થાય ને જેઠ-અષાઢના દિવસો પણ વગર વરસાદે વિતવા લાગે ને ત્યારે  ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા માણસો જ નહીં, અબોલ પશુઓના મૂક હૈયાં પણ પોકારી ઊઠે....

'અલ્લાહ મેઘ દે!'

જગદીશ જોષી


જૂન 09, 2014

મૈને તેરે લિયે હી....





'મૈંને તેરે લિયે હી સાત રંગ કે...'

કેવું અજબનું ગીત છે! હું મારાથી બનતી સઘળી કોશિશ કરું તો યે આ ગીતના વિવરણને ન્યાય ન આપી શકું.

જાદૂ.... યુદ્ધ વિષયક ફિલ્મના સંગીતનો.....




આંગળીને વેઢે ગણી શકાય એટલી ઓછી સંખ્યામાં આપણે ત્યાં યુદ્ધવિષયક ફિલ્મો બની છે. પણ આજે પણ કોઈ એક આવી ફિલ્મનું નામ આપવાનું આવે તો મોટાભાગના લોકોને ૧૯૬૪માં રિલીઝ થયેલી ચેતન આનંદની ફિલ્મ 'હકીકત' યાદ આવ્યા વિના ન જ રહે.

જૂન 03, 2014

રમેશ પારેખ

 

કવિ તરીકે જાણીતા રમેશ પારેખે નાટક, નિબંધ, નવલિકા, અને બાળસાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર સર્જન કર્યુ છે. એમણે પોતાની કવિતા વિશે કહ્યું છે કે, મારી કવિતા વિશ્વનાં હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે. એટલે જ કદાચ રમેશ પારેખની કવિતામાં લય અને પ્રાસ મૃદુતાથી નિવાસ કરે છે! એમની આવી જ એક સુંદર રચના પ્રસ્તુત છે.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં.

-રમેશ પારેખ

(નીચેની લિન્કમાં આજ ગીત ગાર્ગી વ્હોરાના સુંદર કંઠે માણો.)

http://www.youtube.com/watch?v=cxV38vKHwKY

સુરેશ દલાલ




પ્રેમ એટલે શું ?
પ્રેમ એટલે સલામતી ?
કે ૫છી પ્રેમ એટલે સમાધાન?
હૂંફની હાજરી એટલે પ્રેમ ?
કે ભયનો અભાવ એટલે પ્રેમ ?

પ્રેમ એટલે અધિકારની માગણી કે અધિકારની સોં૫ણી?
પ્રેમ એટલે શું ?
કશુંક મેળવી લેવું ? કે ૫છી કશુંક આપી દેવું ?
એકબીજાની સાથે રહીને જે અનુભવ થાય તે પ્રેમ ?
કે ૫છી દૂર રહીને ૫ણ જે લાગણી થતી રહે એ પ્રેમ ?

પ્રેમ એટલે ભવિષ્યનાં સ૫નાં ?
કે પ્રેમ એટલે ભૂતકાળનાં સ્મરણો ?

પ્રેમ એટલે સાગરના પાણી ૫ર વરસી ૫ડતી વાદળી ?
કે ૫છી
પ્રેમ એટલે દરિયાનાં જળમાંથી આકાશે બંધાઈ જતી વરાળ ?
સ્પર્શાળુ ઈચ્છાઓનો વિસ્ફોટ એટલે પ્રેમ ?
કે એ ઈચ્છાઓનું ઓગળી જવું એટલે પ્રેમ ?

પ્રેમ એટલે તળેટી ૫રથી નજર કરતાં છેક ઉ૫ર દેખાતું શિખર ?
કે ૫છી શિખરેથી જોયેલું પ્રથમ પગથિયું પ્રેમ?

પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલીસાચવી લીધેલી જીવનની ક્ષણો,
પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોનીબાકી રહી ગયેલી ઈંટો.

અને

પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.


*સૌરભ શાહ

મુકેશ જોષી


                                                                                                                                                                                    
મારા પ્રિયતમને સમર્પિત એવી કવિશ્રી મુકેશ જોષીની આ કવિતા સાથે થોડી મારા દિલની લાગણીઓને પણ હું વ્યક્ત   કરવા ચાહું છું....

 - હું ખુશનસીબ છું કે તને હું અને મારું ગાંડપણ, બન્ને મંજૂર છે.
- તારું સહજ-સાચુંકલું હાસ્ય મનેય સ્મિત કરતી રહેવા મજબૂર કરે છે.
- થેંકસ... મારી બધી નબળાઈઓ અને ભૂલો સાથે તેં મને દિલથી અપનાવી છે.
- તારો બેશુમાર પ્રેમ મારા અંતર મનને ભીજવતો રહે છે.
- મારી લાગણીઓનો તું કેવો પ્રેમ સાથે આદર કરે છે!
- તું જ્યારથી આવ્યો છે મારા જીવનમાં ત્યારથી હર ક્ષણ અને હર દિશા ખુશીથી છલકાઈ ઊઠી છે.
- દિલ કહેતું રહે છે કે મને સારી રીતે જાણતો-સમજતો હોય એવો દુનિયામાં તું એક જ છે.
- મારી સફળતા તું છે-મારો પ્રેરણાસ્ત્રોત તું છે.
- મારી તમામ ખુશીનું કારણ તું અને માત્ર તું જ છે.
- હંમેશાં એવું અનુભવાયા કરે છે કે જેની વર્ષોથી શોધ હતી એ હમસફર તું જ છે.
- મારા સૂકા રણ જેવા જીવનમાં તું પ્રેમની અનરાધાર વર્ષા બનીને આવ્યો છે.
- મારી નાની નાની વાતો પણ કેવી સુખદ રીતે તારા ધ્યાનમાં હોય છે.
- તેં જાણી મારી શક્તિ, મારી ઈચ્છાને અને તેં જ મને પ્રોત્સાહિત કરી મંજિલ ભણી આગળ વધવા.
- તારી નિર્દોષતા અને નિ:સ્વાર્થ ચાહત મને તારી વધુ ને વધુ નજીક ખેંચતી રહે છે.
- આપણા એકમેક માટેના પ્રેમ અને વિશ્ર્વાસે મારા જીવનને સાર્થક બનાવ્યું છે.
- મારી પરેશાની તારી પરેશાની બની જાય છે અને મારો આનંદ તારો આનંદ બની જાય છે. મને આથી વધુ શું જોઈએ?
- તારો પ્રેમભર્યો વિશ્ર્વાસ જ મારા જીવનનો પાયો છે.
- મારી દરેક ખુશી અને ખૂબસૂરત પળનાં કારણોમાં તું ક્યાંક ને ક્યાંક હોય જ છે.
- તું ન હોતે તો હું ક્યારની તૂટીને વિખરાઈ ગઈ હોત.
- ‘મેડ ફોર ઈચ અધર’ એવું આપણે બે જણ વિષે જ્યારે કહેવાય છે ત્યારે મને ઊંડી પ્રતીતિ હોય જ છે કે એનો મારા કરતાં વધુ હકદાર તું છે.
- મારી સફળતાથી બેવડાતી તારી ખુશી જોઈને હું અડધી અડધી થઈ જાઉં છું.
- મારા જીવનના બધા જ મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તું મારી સાથે જ હોય છે. હું કેટલી નસીબદાર છું!
- મને કોઈ વાત ન ગમે, માઠું લાગે, કંઈ અજૂગતું લાગે એ મારા કહ્યા વગર જ તું કેવો સમજી જાય છે!
- મારા મોં પર સ્મિત- હાસ્ય લાવવા તું જે નખરા કરે કે નુસખા અજમાવે એ જોઈને નહીં, પણ એની પાછળની તારી ભાવના મને તરત પીગળાવી દે છે.
- મને ખબર છે કે હું સરેરાશ સ્ત્રી જેવી જ દેખાઉં છું, પણ મારા વખાણ કરતી વખતે તારા મોં પરની સચ્ચાઈ મને હું ઐશ્ર્વર્યા રાય હોવાની અનુભૂતિ કરાવે છે.
- મારી દરેક વાત પર તારો આવો દઢ વિશ્ર્વાસ મને પ્રેમમાં સતત ભીંજાયેલી રાખે છે.
- તારો સાથ મને જિંદગીની અનેક મુશ્કેલી અને મૂંઝવણથી બચાવી લે છે અને એમનો સામનો કરવાની મારી શક્તિ વધારે છે.
- દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, એમ કહેવાયું છે, પણ મારે માટે તો સત્ય એ છે કે મારી દરેક સફળતા પાછળ તારી પણ ભરચક કોશિશ હોય છે.

પન્ના નાયક


પ્રાર્થના - સુરેશ દલાલ




પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે. જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

રાધાની પ્રાર્થના - શ્રી માતાજી



તારું પ્રથમ દર્શન થતાં જ મને જણાયું કે,
તું જ છે મારા જીવનનો સ્વામી,
તું જ છે, મારો દેવ.
મારા સમર્પણનો સ્વીકાર કર.
મારા સર્વ વિચારો,
મારી સર્વ લાગણીઓ,
મારા હૃદયની સર્વ ઊર્મિઓ,
મારા જીવનની સર્વ ક્રિયાઓ,
મારા સર્વ સંવેદનો,
મારા દેહનું પ્રત્યેક અણુ
મારા રક્તનું પ્રત્યેક બિંદુ,
સર્વ કંઈ તારું જ છે.
હું તારી છું સર્વ ભાવે, સર્વ રીતે, સર્વથા.
મારા માટે તારી જે કંઈ ઈચ્છા હશે, તે હું બનીશ.
તું મારા માટે જે કંઈ નિર્માણ કરશે
જીવન કે મૃત્યુ, સુખ કે દુઃખ, હર્ષ કે શોક,
તારા તરફથી મને જે કંઈ મળશે,
તે સર્વનું હું આનંદપૂર્વક સ્વાગત કરીશ.
તેં આપેલી પ્રત્યેક વસ્તુ,
મારા માટે હંમેશા,
એક દિવ્ય ઉપહાર જેવી બની રહેશે
અને એમાં મને પરમ સુખ મળશે.

તુમ્હેં હો ન હો...





ભારતીય સંગીતનું એક મહત્વનું અંગ છે, ફિલ્મસંગીત. ફિલ્મી ગીતો આમઆદમીના મન-હ્રદય પર ગાઢ અસર સર્જે છે. આ અસર સર્જવામાં ગીતના શબ્દો મહત્વની ભૂમિકા ભજવે છે. અસરકારક શબ્દો અને એને અનુરુપ સંગીત ગીતને વધુ લોકપ્રિય બનાવે છે.

એક કાવ્યાનુવાદ




ચીન ના મોટા ગજા ના લેખક અને કવિ Lin Yutang ની અંગ્રેજી કવિતા વાંચતાં જ દિલને સ્પર્શી ગઈ અને થઈ ગયો એક ગુજરાતી ભાવાનુવાદ નો પ્રયાસ. આપના મંતવ્યો સર-આંખો પર.

Between you and me, there is too much emotion.
That is the reason why there is such commotion!

Take a lump of clay
Wet it, Put it
And make an image of me
Make an image of you

Then smash them, crash them
And add a little water
Break them and remake them
Into an image of you
And an image of me

Then in my clay there is a little of you
And in your clay there is a little of me
And nothing ever shall us severe

Living we will sleep in the sane quilt
And dead we will be buried together......