જૂન 23, 2014

સપનાનું ઘર... મુકુલ ચોકસી




પ્રેમમાં પડેલા મુગ્ધજનોના સપનાઓની સોહામણી કલ્પનાઓ મુકુલ ચોકસીની એક મજેદાર રચના દ્વારા તાદૃશ્ય થાય છે. આવો માણીએ!

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો, છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો, નદીના કિનારાની ભીની અસર હો.


ગગનમાં સિતારાઓ ચમકી રહ્યા છે, ધરા પર એ આપણને તાકી રહ્યા છે.
રમતિયાળ ચાંદાને ખોળામાં લઈને, જુઓ વાદળો વ્હાલ વરસી રહ્યા છે.
ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો.......

ગગન હું ધરા તું,જરા હું જરા તું, નદીમાં ભીંજાતી કોઈ અપ્સરા તું
છે સપનું અધુરું, છતા બહું મધુરું, મળે સાથ તારો તો થઈ જાય પૂરું.
સાથ દઈશ હું તુજને સફનમાં,
તારો બનીને સદા રહીશ જીવનમાં,
હો જેમ પંખી ગગનમાં.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો.......

~મુકુલ ચોકસી~

www.youtube.com/watch?v=CLXQf-7e4JY 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો