જૂન 27, 2014

પંચમ-ગુલઝારની જોડીનું એક અનોખું ગીત...



એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને
તુને સાડી મેં ઉડસ લી હૈ મેરી ચાભિયાં ઘર કી
ઔર ચલી આઈ હૈ બસ યું હી મેરા હાથ પકડ કર
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને


મેજ પર ફૂલ સજાતે હુએ દેખા હૈ કઈ બાર
ઔર બિસ્તર સે કઈ બાર જગાયા હૈ તુઝ કો
ચલતે ફિરતે તેરે કદમોં કી વો આહટ ભી સુની હૈ
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈંને

ક્યોં! ચિઠ્ઠી હૈ યા કવિતા?
અભી તક તો કવિતા હૈ
ગુનગુનાતી હુઈ નિકલી હૈ નહા કે જબ ભી
ઔર, અપને ભીગે હુએ બાલોં સે ટપકતા પાની
મેરે ચહેરે પે છિટક દેતી હૈ તુ ટીકૂ કી બચ્ચી
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને

તાશ કે પત્તો પે લડતી હૈ કભી કભી ખેલ મેં મુજ સે
ઔર લડતી હૈ ઐસે કિ બસ ખેલ રહી હૈ મુજ સે
ઔર આગોશ મેં નન્હેં કો લિએ
will you shut up?

ઔર જાનતી હૈ ટીકૂ જબ તુમ્હારા યે ખ્વાબ દેખા થા
અપને બિસ્તર પે મૈં ઉસ વક્ત પડા જાગ રહા થા....




ગુલઝારે પોતાની લાંબી સર્જનયાત્રા દરમિયાન, સ્ત્રી-પુરુષના પ્રેમને પોતાના ગીતો, વાર્તાઓ અને ફિલ્મો દ્વારા અનેકવિધ દ્રષ્ટિકોણથી રજૂ કર્યો છે. આવું જ એક ગીત એટલે ફિલ્મ 'કિનારા'નું આ સુંદર ગીત. ગુલઝાર નિર્દેશિત આ ધીરગંભીર ફિલ્મનું સંગીત આપ્યું હતું પંચમદાએ. આમ પણ, ગુલઝારની આવી અટપટી રચનાઓને લયમાં ઢાળવાનું કામ પંચમદા સિવાય બીજું કોણ કરી શકે? (ફિલ્મ 'ઈજાઝત'નું પ્રસિદ્ધ ગીત, 'મેરા કુછ સામાન' જ્યારે ગુલઝારે પંચમદાને સંભળાવ્યું ત્યારે પંચમદા બોલી ઊઠેલા.. ''આ તે કંઈ ગીત છે? કાલ સવારે તો તમે કોઈ અખબારનું મથાળું બતાવીને કહેશો કે લો આને કમ્પોઝ કરો!'' જોકે, આ જ ગીત માટે ગુલઝારને શ્રેષ્ઠ ગીતકાર અને આશાજીને શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પરંતુ આ કઠિન રચનાને સ્વરબદ્ધ કરવા માટે પંચમદાને રાષ્ટ્રીય પુરસ્કાર કેમ નહીં મળ્યો હોય?)



ફિલ્મ 'કિનારા'ના અનેક રીતે અનોખા એવા આ ગીતમાં ગિટારનો સુંદર ઉપયોગ થયો છે. જે આ ગીતના ગાયક ભૂપિન્દરે વગાડ્યું છે. (ગઝલગાયક તરીકે મશહૂર બન્યા પહેલા ભૂપિન્દર ગિટારવાદક તરીકે જાણીતા હતા અને કેટલાક નોંધપાત્ર ગીતોમાં તેમણે ગિટાર વગાડ્યું છે. ફિલ્મ 'હરે રામા હરે ક્રિષ્ના' નું  'દમ મારો દમ' અને 'જ્વેલ થીફ' નું 'હોઠોં પે ઐસી બાત..' જેવા ગીતો આના ઉદાહરણ છે.)

કંઈ કેટલીયે રીતે અનોખું છે આ ગીત, આવા ગીતો હિંદી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે. હિંદી ફિલ્મોની સૌથી સુંદર અને આકર્ષક જોડી એટલે ધર્મેન્દ્ર અને હેમા માલિની. ગરમ ધરમ પણ એક સંવેદનશીલ પ્રેમી તરીકે સ્ક્રીન પર અત્યંત સાહજિક લાગે છે અને ભૂપિન્દરનો વિશિષ્ટ અવાજ અને આ સંવાદમય રચનાને ગાવાનો અલગ જ અંદાજ પણ આબેહૂબ એવા જ કે જાણે ધર્મેન્દ્ર પોતે જ પોતાના વિશિષ્ટ અવાજમાં સહજ રીતે આ ગીત ગાઈ રહ્યાં હોય!    

http://m.youtube.com/watch?v=9xsiYMX24LY&hl=en&gl=IN&guid=&client=mv-google

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો