જૂન 09, 2014

જાદૂ.... યુદ્ધ વિષયક ફિલ્મના સંગીતનો.....




આંગળીને વેઢે ગણી શકાય એટલી ઓછી સંખ્યામાં આપણે ત્યાં યુદ્ધવિષયક ફિલ્મો બની છે. પણ આજે પણ કોઈ એક આવી ફિલ્મનું નામ આપવાનું આવે તો મોટાભાગના લોકોને ૧૯૬૪માં રિલીઝ થયેલી ચેતન આનંદની ફિલ્મ 'હકીકત' યાદ આવ્યા વિના ન જ રહે.


આપણને જાણીને આનંદ સાથે આશ્ચર્યની લાગણી થાય કે યુદ્ધ આધારિત કથાનક ધરાવતી આ ફિલ્મનું સબળ પાસું તેનું કર્ણપ્રિય સંગીત હતું. જરા ગીતોની યાદી જોઈએ તો 'કર ચલે હમ ફિદા....', 'જરા સી આહટ હોતી હૈ.....', 'હો કે મજબૂર મુઝે....', 'ખેલો ન મેરે દિલ સે....', 'મસ્તીમેં છેડ કે....', 'મેં યે સોચકર ઉસ કે દર સે ઉઠા થા......' બધા જ ગીતો કૈફી આઝમી સાહેબે લખેલાં. પણ બે ગીતો 'હો કે મજબૂર મુઝે ઉસને બુલાયા હોગા' અને 'મેં યે સોચકર ઉસ કે દર સે ઉઠા થા....' એ કૈફી સાહેબની બહેતરીન શાયરીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. સલામ ચેતન આનંદને કે એક યુદ્ધ ફિલ્મમાં આટલાં રોમેન્ટિક ગીતો મૂકીને દેશ અને લાગણીના જંગને અત્યંત સંવેદનશીલ રીતે રૂપેરી પડદે  રજૂ કર્યો. જો કે સંગીતકાર મદનમોહનજી ખુદ કેટલાંક વર્ષો ફોજમાં હતા એટલે જ કદાચ આ વિષય પર બનેલી ફિલ્મને આટલો સુંદર ન્યાય આપી શક્યાં.

જો કે ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે અત્યંત બેચેનીભર્યું ગીત, 'મેં યહ સોચકર ઉસકે ઘર સે ચલા થા....' સાંભળીએ તો ખ્યાલ આવે કે, લગભગ દર બે પંક્તિ પછી વાયોલીનની, અંતરના ઊંડાણને સ્પર્શી જતી ધૂન વાગે છે. જે પ્યારેલાલજી એ વગાડી છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલ સંગીતકાર બેલડીમાંના પ્યારેલાલજી વિશે એવું કહેવાય છે કે, ભારતીય ફિલ્મસંગીતની દુનિયામાં વાયોલીનનો જે જાદૂ એમની પાસે હતો એવો બીજા કોઈ પાસે ન હતો.

http://www.youtube.com/watch?v=ALn8z12A0p0

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો