જૂન 03, 2014

તુમ્હેં હો ન હો...





ભારતીય સંગીતનું એક મહત્વનું અંગ છે, ફિલ્મસંગીત. ફિલ્મી ગીતો આમઆદમીના મન-હ્રદય પર ગાઢ અસર સર્જે છે. આ અસર સર્જવામાં ગીતના શબ્દો મહત્વની ભૂમિકા ભજવે છે. અસરકારક શબ્દો અને એને અનુરુપ સંગીત ગીતને વધુ લોકપ્રિય બનાવે છે.

કેટલાક ગીતો આમ જોઈએ તો આવ્યાં લોકપ્રિય હોય છે. પણ એના સર્જન પાછળ પણ કોઈક રોમાંચક ઘટના રહેલી હોય છે. આવો જ એક મજેદાર કિસ્સો છે. બન્યું એવું કે, શાયર નક્શ લાયલપુરી એક દિવસ મરીનડ્રાઈવની હવા ખાઈને ઘેર પાછા ફરતાં પહેલા ચર્ચગેટ સ્ટેશન નજીક રહેતા સંગીતકાર જયદેવને ઘેર ગયા. એમને જોઈને જયદેવે કહ્યું, સારું થયું, તમે આવ્યા. મને એક ગીત અર્જન્ટ જોઈએ છે... સિચ્યુએશન કંઈક આવી છે.......

તરત જ નક્શજીના દિલમાંથી શબ્દો નીકળી કાગળ પર ઊતરવા માંડ્યા. સાચે સાચે જયદેવજી સ્વરાંકન તૈયાર કરવા માંડ્યા. ને લો! ગીત તૈયાર! જયદેવજી-નક્શજી આ ગીત ગણગણી રહ્યાં હતાં કે ત્યાં બંગાળના બુલબુલ તરીકે જાણીતા રુના લૈલા ત્યાં આવી ચડ્યાં. એમને પણ આ ગીત ખૂબ જ ગમી ગયું. બીજા દિવસે એમણે આ ગીત રેકોર્ડ કર્યું ને ઘરઘરમાં આ ગીત ગૂંજી ઊઠ્યું. ફિલ્મ હતી ઘરોંદા... અને ગીત?

http://www.youtube.com/watch?v=tqKcH804fb4

1 ટિપ્પણી: