જૂન 20, 2014

એક ગુજરાતી ગીત.. યેસુદાસના સ્વરમાં....





કટ્ટાસારી જોસેફ યેસુદાસ- આશ્ચર્ય થાય કે ચોખ્ખા અને મધુર સ્વરના માલિક યેસુદાસ છેલ્લા પચાસ વર્ષથી ફિલ્મી સંગીતમાં કાર્યરત છે. સંગીતનું જ્ઞાન એમણે વારસામાં મળ્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે પૈસા ન હોવા છતાં યેસુદાસે કર્ણાટકી સંગીતની તાલીમ મેળવી. નવાઈની વાત એ પણ છે કે શરૂઆતના દિવસોમાં આકાશવાણી ત્રીવેન્દ્રમે એમનો સ્વર ના-પસંદ કર્યો હતો!

યેસુદાસે તમિલ, કન્નડ, હિન્દી, મારાથી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, બાંગ્લા, ગુજરાતી, તુલું અરબી અને રશિયન સુદ્ધામાં ગીતો ગાયા છે. હિન્દી ફિલ્મો માં એમનું આગમન ૧૯૭૧ માં થયું પરંતુ સફળતા રવીન્દ્ર જૈનના સંગીત નિર્દેશનમાં ૧૯૭૬માં રજુ થયેલી ફિલ્મ 'ચિતચોર'થી મળી. આજે પણ 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા', 'આજ સે પહેલે આજ સે જ્યાદા', 'જબ દીપ જલે આના' સંગીત રસિકોના કાનો માં ગુંજે છે.
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે પણ યેસુદાસે એમનું પહેલું ગુજરાતી ગીત નવીન શાહના સંગીતમાં અને મહેશ શાહ લિખિત 'મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં' ૧૯૭૫-૭૬ દરમ્યાન ગયું હતું. સાથેની લીંકમાં આ ગીત માણી શકશો.

http://tahuko.com/?p=8009

1 ટિપ્પણી: