મે 14, 2014

રાતના રંગ... શકીલને સંગ..





શાયર પોતાની શાયરીમાં ક્યા શબ્દોનો સૌથી વધુ ઉપયોગ કરે છે? ચાંદ, રાત, પાની, ઝિંદગી, આઈના...... થોડા દિવસ અગાઉ શકીલ  બદાયૂંનીના ગીતો સાંભળતા સાંભળતા અચાનક ખ્યાલ આવ્યો કે આ શાયર 'રાત' ને કેટલો પ્રેમ કરે છે! 'રાત'ના કેટકેટલા અલગ અલગ રંગ શકીલ બદાયૂંનીની રચનાઓમાં જોવા મળે છે. અને દરેક વખતે આ 'રાત' શબ્દથી ઉત્પન્ન થતો ધ્વનિ, સાંભળનારને કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે.


આખી રાત નાયિકાની પ્રતિક્ષા કરીને હતાશ થઈ ચૂકેલા નાયકના દિલની તીવ્રતાનો ચિતાર આપતું  ફિલ્મ 'દુલારી'નું આ ગીત કોણે નહીં સાંભળ્યું હોય?

તડપ રહે હૈ હમ યહાં, તુમ્હારે ઈન્તેઝાર મેં...
ખિઝાં કા રંગ આ ચલા હૈ મૌસમે બહાર મેં..
હરેક શમ્મા જલ ચૂકી... ના જાને તુમ કબ આઓગે...
સુહાની રાત ઢલ ચૂકી, ના જાને તુમ કબ આઓગે..

પોતાના પ્રિયપાત્રનો સાથ મેળવીને ખુશ થતા પ્રેમીની લાગણી અને એ સામે પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠેલા આશિકની મિશ્ર લાગણીને એકસાથે જ ફિલ્મ 'આદમી'નું આ ગીત રજૂ કરે છે..

કૈસી હસીન આજ યે બહારોં કી રાત હૈ...
એક ચાંદ આસમાં પે હૈ એક મેરે સાથ હૈ...

૧૯૬૭માં આવેલી ફિલ્મ 'પાલકી'માં શાયર લખે છે...

મજબૂર દિલ કે સાથ બડી ઘાત હો ગઈ..
કલ રાત ઝિંદગી સે મુલાકાત હો ગઈ..

'મુગલ-એ-આઝમ' ફિલ્મમાં, જ્યાંથી કહાણી એક રોચક વળાંક લે છે, ત્યાં આવે છે શકીલ બદાયુંનીની, પ્રેમીઓના બંડખોર મિજાજને છતો કરતી આ સુંદર કવ્વાલી...

યે દિલ કી લગી કમ ક્યા હોગી, યે ઈશ્ક ભલા કમ ક્યા હોગા...
જબ રાત હૈ ઐસી મતવાલી, ફિર સુબહ કા આલમ ક્યા હોગા...

'મુગલ-એ-આઝમ' ફિલ્મ ધ્યાનથી જોઈ હોય તો ખ્યાલ આવે કે, આ દ્રશ્યને અનુરૂપ કવ્વાલી લખવી એ કેટલું અઘરું કામ છે.

ફિલ્મ 'રામ ઔર શ્યામ'ના આ ગીતમાં ભગ્ન હ્રદયી નાયકની તીવ્રતમ વેદનાને વાચા આપતા શકીલ કહે છે..

કલ તેરી બઝ્મ સે દીવાના ચલા જાયેગા..
શમ્મા રહ જાયેગી પરવાના ચલા જાયેગા...
આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે..

ફિલ્મ 'કોહિનૂર'ના આ ખુશનુમા ગીતમાં જે રીતે પ્રેમીઓના હ્રદયની ઉત્કટતા અને મિલનની ખુશાલી રજૂ થઈ છે એ સાચે જ અજોડ છે...

દો સિતારોં કા જમીં પર હૈ મિલન આજ કી રાત...
સારી દુનિયા નજર આતી હૈ દુલ્હન આજ કી રાત....

શકીલ વિરહી પ્રેમીઓના હ્રદયની પીડાને પણ અત્યંત સુંદર રીતે આલેખે છે, ફિલ્મ 'મેરે મહેબૂબ'ના આ ગીતમાં...

યાદમેં તેરી જાગ જાગ કે હમ, રાતભર કરવટેં બદલતે હૈ...
હરઘડી દિલમેં તેરી ઉલફત કે ધીમે ધીમે ચરાગ જલતે હૈ..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો