જુલાઈ 07, 2014

એક સુફી નઝમ... ઓસમાણ મીર




થોડા દિવસ અગાઉ પોસ્ટ કરેલ વાર્તાનું શીર્ષક વિચારતી વખતે સુફી સંગીત અને કવ્વાલીના બેતાજ બાદશાહ નુસરત ફતેહ અલી ખાને ગાયેલ નઝમ 'મુઝે તુમ યાદ આતે હો....' મનમાં આવી ગઈ.



પરંતુ નેટ ઉપર ખાંખાખોળા કરતાં એક બીજું મોતી જડ્યું. જેમને ક્ષમતાના પ્રમાણમાં યોગ્ય પ્રસિદ્ધિ નથી સાંપડી એવા ગુજરાતના સશક્ત કલાકાર શ્રી ઓસમાણ મીરે ગાયેલ આજ નઝમ સાંભળવા મળી. નુસરતસાહેબના ગીત ગાવું એ સામાન્ય ગાયકનું કામ નથી. એમના અવાજની રેન્જ એવી હોય છે કે સામાન્ય ગાયકો ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જાય છે. ઓસમાણ મીરને સાંભળ્યા પછી લાગે છે કે તેઓ નઝમને યોગ્ય રીતે નિભાવી શક્યા છે.


जहाँमें हर कहीं हर-सु
मेरे प्यारे मेरे महबूब मुझे तुम याद आते हो.

भरी बरसातमें कोयल किसी सरसब्ज़ टहनी पर
पुकारे जब कहीं कू कू
मेरे प्यारे मेरे महबूब मुझे तुम याद आते हो.

किसी गुलसे कलीसे या हवाके नर्म आँचलसे
कहीं महकती कोई खुशबू
मेरे प्यारे मेरे महबूब मुझे तुम याद आते हो.

उदास अफसुर्दा रोती ग़मज़दा आँखोंसे जिस लम्हा
ढलकता है कोई आंसू
मेरे प्यारे मेरे महबूब मुझे तुम याद आते हो.

-इरशाद खान

हर-सु:ચારે બાજુ   सरसब्ज़:ફળદ્રુપ   अफसुर्दा:નિરુત્સાહી   ग़मज़दा:દુ:ખી


ઓસમાણ મીરનાં અવાજમાં આ નઝમ અહીં સાંભળો...


નુસરત સાહેબનાં અવાજમાં આ નઝમ અહીં સાંભળો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો