ઑગસ્ટ 16, 2014

આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન...

વરસોવરસ એક અવાજ સાંભળીને વહેલી સવારની તાજગીમાં અજબની મીઠાશ ભળી જતી હતી. એ અવાજ આજે વહેલી સવારે ફરી સાંભળવા મળ્યો... એ અવાજ હતો આકાશવાણીની ‘સિગ્નેચર ટયૂન’નો! એ પણ મોબાઈલના અલાર્મ ટોન તરીકે!જાતજાતના રીંગટોન પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કર્યા કરતા મારા દીકરાએ
ન જાણે ક્યારે આ ટોન મારા ફોનમાં અલાર્મ ટોન તરીકે સેટ કરી દીધો હશે! પણ મારા માટે આ સવાર સવારમાં મળેલું સુખદ આશ્ચર્ય હતું!


મિત્રો.. આપણને જાણીને આશ્ચર્ય થાય કે આકાશવાણીની આ અદભૂત, અસાધારણ ટયૂનના કમ્પોઝર હતા ચેકોસ્લોવેકિયાના  સંગીતનિયોજક વોલ્ટર કોફ્મેન!

ત્રીસના દશકમાં આકાશવાણી મુંબઈના પશ્ચિમી સંગીત વિભાગમાં કામ કરતા કોફ્મેને આ ધૂન બનાવવામાં તાનપૂરા, વાયોલિન અને વાયોલા જેવા વાદ્યોનો ઉપયોગ કર્યો હતો. પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના ‘ખાં’ કહેવાય એવા કોફ્મેનના એક ‘સોનાટા’માંથી એક ટૂકડો કાપીને એમાં થોડા ફેરફાર કરીને આ ધૂન તૈયાર કરવામાં આવી હતી, જેમાં વાયોલિન વગાડનાર હતા, વિશ્વવિખ્યાત સંગીતકાર ઝુબીન મહેતાના પિતા મેહલી મહેતા. કેટલાક વિદ્વાનોના મત મુજબ આ ધૂનમાં બ્રહ્માંડમાં ગુંજતા ઓમકારનો નાદ સંભળાય છે. જે હોય તે.. પણ આજકાલ ચોવીસ કલાક ચાલતી એફ. એમ. રેડિયોની વિવિધ ચેનલો પર અવિરત સંગીત પીરસાતું રહે છે, પણ આ ‘સિગ્નેચર ટયૂન’ કે એના પછી વગાડવામાં આવતું ‘વંદે માતરમ’ ગાન- આવી ચિરકાળ સુધી યાદ રહે એવી કોઈ બાબત હવેની પેઢી યાદ રાખે એવું કશું બનતું નથી.

http://m.soundcloud.com/saumya-joshi-1/all-india-radio-signature-tune


2 ટિપ્પણીઓ: