માર્ચ 22, 2013

ઇડરનો વાણીયો


મારી વિક્રમ-વેતાળની પોસ્ટ પછી એક વડીલ ફેસબુક મિત્રનો ઇનબોક્ષ મેસેજ આવ્યો. એમણે એક ખુબ જ જુના બાળગીતની ફરમાયેશ કરીને કહ્યું કે એ ગીત જો મારા સંગ્રહમાં હોય તો મુકવા વિનંતી. આ ઉંમરે એમનો બાળસાહિત્યમાં રસ જૂની યાદો તાજો કરવા પુરતો સીમિત ન હતો. એમની કોશિશ હતી કે એમણે જે સાહિત્ય ગળથુથીમાં શીખ્યું અને માણ્યું એ વિષે એમના પૌત્ર-પૌત્રીઓ પણ જાણે. એમના પૌત્ર-પૌત્રીઓ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હોવા છતાં દાદા-દાદી કોશિશ કરે છે કે બાળકો ગુજરાતી શીખે. આ જાણી દિલને બેહદ આનંદ થયો અને સંગ્રહમાં ન હોવા છતાં એમણે જે ગીતની વિનંતી કરી હતી એ શોધી કાઢ્યું.

આ ગીતના કવિ છે રમણલાલ સોની જેઓ ઉત્તમ બાળસાહિત્યકાર અને અનુવાદક તરીક પ્રતિષ્ઠિત છે. એમણે રચેલું બાળસાહિત્ય બાળમાનસને કુતુહલથી તો ભરી જ દે પરંતુ સાથે જ્ઞાન અને ઉપદેશ પણ આપે.

આશા કરું છું કે આપ સહુ મિત્રો ને પણ આ પસંદ આવે!


હિન્દી ફિલ્મોનું સૌથી પ્રખ્યાત બાળગીત 'લકડી કી કાઠી' અહી જુઓ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો