સપ્ટેમ્બર 24, 2014
પ્રણયવેદના
એવું કેમ બનતું હશે કે પ્રેમમાં મિલનના આનંદને બદલે વિરહની વ્યથા જ વધુ અનુભવાતી હોય છે? જીવનમાં કોઈ વેળાએ કોઈ સાવ અજાણી વ્યક્તિ જોડે અચાનક જ મુલાકાત થઈ જાય અને પછી આ ઓળખાણ ગાઢ આત્મીયતામાં બદલાઈ જાય.... જાણે કે આ વ્યક્તિ આપણું પોતાનું સ્વજન જ ન હોય? પરંતુ પરસ્પર ઊંડી લાગણી હોવા છતાં આ વ્યક્તિને મળી શકાતું નથી. સૂક્ષ્મ રીતે સાવ નજીક હોવા છતાં સ્થૂળ રીતે તો દૂર દૂર જ રહેવું પડે છે..આવા પ્રેમીજનોની પ્રણયવેદના પન્ના નાયક જેવા સંવેદનશીલ કવિયત્રી અત્યંત લાઘવમાં સચોટ રીતે આલેખે છે....
આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કરીએ છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
અને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર......
~ પન્ના નાયક
You wanna go where everybody knows your name....
ફેસબુક પર એક મિત્રની પોસ્ટ ઉપર કોમેન્ટ લખતાં મન રવાડે ચડ્યું! માનવ સ્વભાવ પણ કેટલો જટિલ હોય છે! માનવીને એકલાં રહેવું ફાવતું જ નથી. આપણે પોતાના ઘરે કે કોઈ પણ સ્થળે જઈએ તો ત્યાં સ્વજનો કે કોઈ ઓળખીતું હોય એવી આશા રહે જ છે. ઘરે જતા પહેલા ઘરે કોઈક આપણી રાહ જોતું હશે એવા વિચારો અકળ ખુશી આપતા હોય છે. એકલા રહેતા લોકો ઘરે જાય અને પાલતું કુતરો દોડતો આવી ને વીંટળાય એમાં ય ખુશી પામે છે. તો પત્ની/પતિ, સંતાનો કે બાજુવાળી/બાજુવાળો બારીમાં રાહ જોતા હોય એ વિચાર આહ્લાદક જ નહિ અહંને પોષનાર પણ હોય છે.
આજ વિચારો વચ્ચે અજાણ્યે જ અંગ્રેજી સીટકોમ 'ચીયર્સ' નું થીમ સોંગ ગણગણી ઉઠી. જીવનની ગંભીર બાબતો ઘણીવાર બિલકુલ હળવા શબ્દોમાં પણ કહી શકાતી હોય છે, નહિ?
Making your way in the world today
Takes everything you've got;
Taking a break from all your worries
Sure would help a lot.
Wouldn't you like to get away?
All those night when you've got no lights,
The check is in the mail;
And your little angel
Hung the cat up by it's tail;
And your third fiance didn't show;
Sometimes you wanna go,
Where everybody knows your name,
And they're always glad you came;
You wanna be where you can see,
Our troubles are all the same;
You wanna be where everybody knows your name.
Roll out of bed, Mr. Coffee's dead;
The morning's looking bright;
And your shrink ran off to Europe,
And didn't even write;
And your husband wants to be a girl;
Be glad there's one place in the world
Where everybody knows your name,
And they're always glad you came;
You wanna go where people know,
People are all the same;
You wanna go where everybody knows your name.
તું જે છે, જેવો છે, એવો જ મને પસંદ છે...
ઘણીવાર અરીસામાં જોઈએ અને એક બીજો જ પરિચિત ચહેરો ઉભરી આવે! એવી એક ક્ષણે ઉભરેલી રચના....
જાનમ...
ગઈ કાલે રાત્રે મારી પથારીમાં વિખરાયેલી હતી તારી અગણિત યાદો... જાણે કેલિડોસ્કોપમાં વિખરાયેલા રંગબેરંગી કાચના ટુકડાઓ... જે તરફ પડખું ફેરવું એ તરફ તારી યાદનો એક ટુકડો ખિલખિલ હસતો વિખેરાઈ જતો મારી આસપાસ.... ને જરા હાથ લંબાવીને યાદના એ ટુકડાને સ્પર્શવા જાઉં ત્યાં બીજી યાદ આવીને હસતી હસતી એને પકડીને લઇ જતી....
સપ્ટેમ્બર 11, 2014
અણગમાના પહાડની બીજી તરફ....
આપણી વચ્ચે હજુયે ઘણું બધું છે.... અણગમાના મોટા પહાડની બીજી તરફ
હા એ ખરું કે તારા સ્પર્શથી હવે મને કોઈ સંવેદન નથી થતું
એક પથારીમાં સૂતેલા આપણે ક્યાં એકબીજાની સાથે હોઈએ છીએ?
તું જા ને તારી લાંબી લાંબી બિઝનેસ ટૂર પર
કે તું ન હોય એ સમયે હું ખુદની કેટલી નજીક હોઉં છું!
તારા માટે સજવાનું છોડી દીધું છે મેં ક્યારનુંયે
તારી આંખે ખુદને જોવાનું યે છોડી દીધું છે હવે
કેટલી નવાઈની વાત છે, નહીં?
ધીરે ધીરે ખતમ થઇ રહેલો આ સંબંધ
ક્યારે સાવ પૂરો થઇ જશે એની ખબર પણ નહીં પડે આપણને
પણ તોયે....
તારી ગેરહાજરીમાં કોઈની યે બીમારીના ખબર મળે
તો તારા છાતીના દુ:ખાવાની ચિંતા થઇ આવે છે મને
કૈક એવું બને મારી આસપાસ
તો જલ્દીથી તને કહી દેવાની તલબ જાગે છે
કે જો ને, આ તું નથી અહીં ને કેવી જફા થઇ છે
એક તું જ તો છો
કે જેને કંઈ પણ કહેતા પહેલા હું કશું વિચારતી નથી કે આ વાત તને કરું કે ન કરું
મારી વાત પર તારી પ્રતિક્રિયાની મને ખબર જ હોય
જેટલો ઊંચો તારો અવાજ
એટલાં જ વેગથી વહેતા મારા આંસુ
ને પછી તારું 'સોરી'
આ સોરીની છરીથી પેલો પહાડ જરા જરા વહેરાતો રહે
મને શ્વાસ ચડે ત્યારે
તારું વારે વારે મને ફોન કરીને ખબર પૂછવાનું
શરુ શરૂમાં તો આ મારું બહાનું જ હતું, તારું ધ્યાન ખેંચવાનું
પણ હવે તો મને એની આદત પડી ગઈ છે!
મારો દવાનો પંપ કે જે ક્યારેય મારા હાથવગો નથી હોતો
એ રાતના ત્રણ વાગ્યે પણ તું ક્યાંથી શોધી કાઢે છે?!
એક તને જ ખબર છે કે મારાથી ઠંડી જરાય સહન નથી થતી
એક તને જ ખબર છે કે ચાય મને ઓલ્વેઝ ગરમાગરમ જ પીવા જોઈએ છે
એક તને જ ખબર છે કે આઈસક્રીમ જોઇને મારાથી કંટ્રોલ નથી રહેતો
મેં ફેંકેલા વાસણોનો ઘા કેમ ચૂકાવવો એ તને જ આવડે છે
ને પછી તારું પીઠ ધરીને ઊભા રહેવું
"મારી લે..."
ને પેલા પહાડમાં ઓર એક તિરાડ...
મારો ફોન એન્ગેજ આવે એ તને બિલકુલ પસંદ નથી
“ક્યાં ચોંટેલી? કલાકથી ફોન ટ્રાય કરું છું..”
“બોયફ્રેન્ડ જોડે વાત કરતી હતી... કયો એ ન પૂછતો..”
“આ વખતે કો’ક સારો મુરતિયો શોધજે... જુવાન અને પૈસાવાળો..”
“ડોહાની આદત પડેલી છે એનું શું?”
"એ તો તારી સાથે રહીને આમ પણ બહુ જલ્દીથી થઈ જ જશે...
મજા કર... પણ જમી લેજે સમયસર...
હું ન આવવાનો હોઉં ત્યારે રસોઈ જ કરતી નથી..."
તારું આ ડ્રાઈવ કરતા કરતા ફોન પર વાત કરવાનું મને બિલકુલ પસંદ નથી
તું જ્યારે કહે છે કે
‘તારે શાંતિ, હું જાઉં તો...’
ત્યારે જરાય ઓઝપાયા વિના હું કહું છું:
'વિમાનાં પ્રીમીયમ તો ભરે છે ને?
પચાસેક લાખ બેન્કમાં પડ્યા હોય તો શાંતિથી જીવી શકાય બાકીની જિંદગી...'
અને પછી કેટલું હસીએ છીએ આપણે બેય
આપણું હાસ્ય પેલા પહાડ જોડે ટકરાઈને પડઘાશે
આમ મોતથી પણ નથી ડરતા આપણે
તો અણગમાથી શું ડરવાનું?
આ જે આપણી વચ્ચેનું ‘કમ્ફર્ટ લેવલ’ છે
એ કદાચ અણગમા પછી જ આવ્યું હોય એમ નથી લાગતું?
~ સૌમ્યા જોષી
ઑગસ્ટ 18, 2014
હેપ્પી બર્થડે, ગુલઝાર સાહેબ...
''અજીબ હૈ યે શાયર... ચાહે જિતના ભી ઉડેલે, ખાલી નહીં હોતા...''
ખુદ ગુલઝાર સાહેબના જ શબ્દો એમના વિશે સઘળું કહી જાય છે! રોજબરોજની જિંદગીની વાત આસાન શબ્દોમાં કહી દેવી એ આ નિરાળા શાયરની ખાસિયત છે. એમની આ વિશિષ્ટતા જ એમને અન્ય શાયરોથી અલગ અને સાંભળનાર માટે સહજ બનાવે છે. કીડી-મંકોડાથી લઈને ચાંદ-તારા સુધીના વિષયો પોતાની રચનાઓમાં સમાવી લેનારા ગુલઝાર સાહેબનું સાહિત્યિક જગતમાં એક વિશિષ્ટ સ્થાન છે. ચૈતન્ય મહાપ્રભુજીના કૃષ્ણભક્તિના પદ સરીખી રચના 'મોરા ગોરા રંગ લઈ લે...'થી ગીતકાર તરીકે પદાર્પણ કરનારા ગુલઝાર, ગીતકાર શૈલેન્દ્રને પોતાના ગુરુ તરીકે માને છે. 60 વર્ષની લાંબી કારકિર્દીમાં ઉર્દૂ, હિંદુસ્તાની અને ખડીબોલી જેવી લોકભોગ્ય ભાષાઓમાં અવિસ્મરણીય રચનાઓ આપનાર ગુલઝારે અનેક ફિલ્મોના ગીતલેખન ઉપરાંત કથા, પટકથાલેખન અને દિગ્દર્શન જેવા વિવિધ ક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે ઉમરના આઠ દાયકા વિત્યા હોવા છતાં પોતાની લાજવાબ રચનાઓ અને ઉત્કૃષ્ટ ગઝલો થકી સાહિત્ય સંમેલનો ગજવતા રહે છે ગુલઝાર સાહેબ. જરા વિચાર તો કરો.... જે પેઢી એમની 'લકડી કી કાઠી...' અને 'જંગલ જંગલ બાત ચલી હૈ...' જેવી રચનાઓ ગણગણતા મોટી થઈ છે, એ જ પેઢી એમના 'કજરારે...' અને 'જય હો...' જેવા ગીતો પર મસ્ત થઈને ઝૂમી ઊઠે છે. આપણે સૌ ચાહકો એવી કામના કરીએ કે શબ્દોના આ જાદૂગર દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને આવનારી અનેક પેઢી તેમના સદાબહાર ગીતોનું આચમન કર્યા કરે..
ઑગસ્ટ 16, 2014
આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન...
વરસોવરસ એક અવાજ સાંભળીને વહેલી સવારની તાજગીમાં અજબની મીઠાશ ભળી જતી હતી. એ અવાજ આજે વહેલી સવારે ફરી સાંભળવા મળ્યો... એ અવાજ હતો આકાશવાણીની ‘સિગ્નેચર ટયૂન’નો! એ પણ મોબાઈલના અલાર્મ ટોન તરીકે!જાતજાતના રીંગટોન પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કર્યા કરતા મારા દીકરાએ
ન જાણે ક્યારે આ ટોન મારા ફોનમાં અલાર્મ ટોન તરીકે સેટ કરી દીધો હશે! પણ મારા માટે આ સવાર સવારમાં મળેલું સુખદ આશ્ચર્ય હતું!
ન જાણે ક્યારે આ ટોન મારા ફોનમાં અલાર્મ ટોન તરીકે સેટ કરી દીધો હશે! પણ મારા માટે આ સવાર સવારમાં મળેલું સુખદ આશ્ચર્ય હતું!
શોલે...
૧૯૭૫ના ઓગસ્ટ મહિનામાં એક ફિલ્મ રજુ થઇ જે તે સમયની સૌથી મોંઘી મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. પહેલા અઠવાડિયે આ ફિલ્મ માટે દર્શકોમાં કોઈ જ ઉત્સાહ જોવા ન મળ્યો. અને દિગ્દર્શક-લેખક-કલાકારોએ ભેગા મળી નક્કી કર્યું કે આનું કારણ ફિલ્મનો અંત છે. બધાએ ભેગા થઇ અંત ભાગનું ફરી ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. પરંતુ એમ થાય એ પહેલા તો ફિલ્મ થીયેટરોમાં હાઉસફુલ જવા માંડી. એટલું જ નહિ ત્યાર પછી તો આ ફિલ્મે હિન્દી ફિલ્મજગતમાં અનેક શિખરો સર કરી ઈતિહાસ રચ્યા.
ઑગસ્ટ 12, 2014
પ્રેમની પરિભાષા
સાયકલ પર ડબલ સવારી કરતા પ્રૌઢ શ્રમજીવી દંપતીનો ફોટો ઈન્ટરનેટ પર અનાયાસ જોવા મળી ગયો. સીધા કેમેરામાં જોતા પુરુષનો ખુશખુશાલ ચહેરો અને તેની આગળ બેઠેલી પત્નીનો કેમેરાથી સંતાવાની નાકામ કોશિશ કરતો શરમાતો ચહેરો - મારા દિમાગમાં અંકિત થઇ ગયાં! અને દિલમાંથી સીધી કાગળ પર ઉતરી આવી બે પંક્તિઓ!
પ્રેમની લાંબી લચક પરિભાષા કરતા કે મોટા મોટા થોથાઓ લખતાં જ્ઞાનીઓ ને કહેવાનું મન થાય છે કે આ ચહેરાઓ જુઓ અને પછી વિચારો કે તમે સમયનો કેવો દુર્વ્યય કર્યો!!
જુલાઈ 25, 2014
એક ગુમનામ ગાયક...
ગઈકાલે મેં પ્રખ્યાત નિર્દેશિકા સાંઈ પરાંજપેની અદ્ભૂત ફિલ્મ 'સાઝ'ના વરસાદી ગીત 'બાદલ ઘુમડ આયે' વિશેની પોસ્ટ મૂકી હતી. આ ફિલ્મ, આમ તો, સંગીતના ક્ષેત્રે એકબીજાને ટક્કર મારે એવી બે પ્રતિભાવંત બહેનોની કથા છે. સહજ છે કે, પહેલી નજરે આ કથા, પ્રખ્યાત મંગેશકર બહેનોની વાર્તા હોય એમ લાગે. પરંતુ ફિલ્મ જોઈને, ખાસ તો, 'બાદલ ઘુમડ આયે' ગીત અને રઘુવીર યાદવનું પાત્રાલેખન જોઈને ચોંકી જવાયું.
ફિલ્મમાં રઘુવીર યાદવનો એક સુખી પરિવાર છે- પત્ની અને બે દીકરીઓ. એ જાતે સંગીતકાર છે અને નાટક કંપનીમાં કામ કરે છે. બંને દીકરીઓ સંગીતમાં રસ ધરાવે છે.
જુલાઈ 24, 2014
એક વરસાદી ગીત.......
તનની સાથે મનને પણ ભીંજવી જતો હોય છે વરસાદ. અને એવી જ અસર કરે છે, વરસાદ પર આધારિત ગીતો. એમાંયે વર્ષાઋતુના ખાસ રાગ મિયાં કી મલ્હાર પર આધારિત ગીતની અસર તો અદ્ભૂત હોય છે. આવું જ એક ગીત આજે આપની સમક્ષ મૂકી રહી છું. સુરેશ વાડેકરની બેનમૂન ગાયકીનો પરિચય આપણને આ ગીતમાં મળે છે. સઈ પરાંજપેની આ ફિલ્મ 'સાઝ'નું સંગીત આમ તો ભૂપેન હઝારિકા, રાજકમલ અને યશવંત દેવે સંયુક્ત રીતે આપ્યું છે. પણ આ ગીતનું સંગીત યશવંત દેવે આપ્યું છે. આ ફિલ્મના ગીતો માટે જાવેદ અખ્તરને સર્વશ્રેષ્ઠ ગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.
બે સગી બહેનોની કથા કહેતી આ ફિલ્મની વાર્તા, લતાજી અને આશાજી પર આધારિત હોય એવું લાગે. પણ આ ગીતનું ફિલ્માંકન જોઈને કંઈક જૂદું જ પ્રતીત થાય છે.
આ ગીતને અહીં માણો....
જુલાઈ 23, 2014
જુલાઈ 20, 2014
ગીતા દત્ત...
ગીતા દત્ત - જન્મ: ૨૩ નવેમ્બર, ૧૯૩૦ - દેહવિલય: ૨૦ જુલાઈ, ૧૯૭૨
ગીતા દત્ત.... મસ્તીભર્યા તોફાની અંદાજમાં ગાયેલા ગીતો વડે ભારતીય ફિલ્મસંગીતને પશ્ચિમી સૂરમાં ઢાળનારી આ ગાયિકા, લગભગ દરેક પ્રકારના ગીતો ગાવામાં કુશળ હતા. ભજન ગાયિકા તરીકે કારકિર્દીની શરુઆત કરનાર ગીતા દત્તે ફિલ્મ 'બાઝી'ના ગીતોમાં પોતાના માદક અવાજના કામણ વડે બાજી મારી લીધી અને રાતોરાત તે સમયની યુવા પેઢીની પ્રથમ પસંદગી બની ગઈ.
ચાહે ભજન હોય કે ક્લબ સોંગ, પ્રણયગીત હોય કે દર્દભરી રચના.... ગીતા દત્તના મદહોશ કરી દેનારા અવાજના જાદૂથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા..... આજે પણ થઈ જવાય છે. ગીતા દત્તના અવાજમાં રહેલો બંગાળી લહેકો તેમની સમકાલીન એવી અન્ય ગાયિકાઓથી અલગ કરી દે છે. સચિન દા એ તેમની આ ખાસિયતનો ઉપયોગ, દેવદાસ અને પ્યાસા જેવી ફિલ્મોના ગીતમાં બખૂબી કર્યો છે. પ્યાસાનું ગીત 'આજ સજન મોહે અંગ લગા લો... જનમ સફલ હો જાયે.....' સાંભળતા જ આ વાત સુપેરે સમજાય છે.
કહેવાય છે કે, પતિ ગુરુ દત્ત જ નહીં, દુનિયાએ પણ આ પ્રતિભાશાળી ગાયિકા અને અભિનેત્રીને જીવતેજીવ ખૂબ જ અન્યાય કર્યા હતા. આ એક નમૂનો જુઓ. ફિલ્મ 'સુજાતા'નું આ ગીત, 'તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર', સચિન દા એ આશા ભોંસલે અને ગીતા દત્ત એમ બંનેના અવાજમાં રેકોર્ડ કરેલું. છેલ્લી ઘડીએ ગીતા દત્તનો અવાજ ફાઈનલ થયો. પણ ગ્રામોફોન કંપનીના રેકોર્ડમાં આશા ભોંસલેનું નામ જતું રહેલું. કેટલાયે વર્ષો સુધી આ ગીત આશાજીના નામ સાથે જ સંભળાતું રહ્યું. આશરે સત્યાવીસ વર્ષ પછી એક વખત આશાજી જ્યારે અમેરિકાની ટૂર પર ગયેલા ત્યારે ત્યાંના એક રેડિયો સ્ટેશન પર તેમનો ઈન્ટરવ્યૂ લેવાયો. એ સમયે અનાઉન્સરે તેમને આ ગીત સંભળાવીને ગાયિકાનું નામ પૂછ્યું. આશાજીએ જવાબ આપ્યો, 'ગીતા દત્ત'. (જો કે હજુ યે નેટ પર આ ગીત સર્ચ કરતા ગાયિકા તરીકે આશા જીનું નામ જ જોવા મળે છે.)
કૈસે કોઈ જીયે, ઝહર હૈ ઝીંદગી...(બાદબાન- ૧૯૫૪) જેવું ગીત ગાનાર ગીતા દત્ત, ગુરુ દત્ત જેવા જીનીયસ સાથેના નિષ્ફળ લગ્નજીવન બાદ શરાબનું ઝેર રોજબરોજ ગળા નીચે ઉતારતી રહી અને આ જ કારણે માત્ર ૪૧ વર્ષની વયે આ ફાની દુનિયા છોડી ગઈ.
ગીતા દત્તે ગાયેલા મારી પસંદના કેટલાક સહાબહાર ગીતો:-
*ખયાલોં મેં કિસી કે, ઈસ તરહ આયા નહીં કરતે.. (બાવરે નૈન- ૧૯૫૦)
*સુનો ગજર ક્યા ગાયે (બાઝી- ૧૯૫૧)
*ન યે ચાંદ હોગા ન તારે રહેંગે મગર હમ હમેશા તુમ્હારે રહેંગે (શર્ત-૧૯૫૪)
*કૈસે કોઈ જીએ... ઝહર હૈ ઝિંદગી (બાદબાન-૧૯૫૪)
*જાને કહાં મેરા જિગર ગયા જી (મિ. એન્ડ મિસિસ૫૫-૧૯૫૫)
*જાતા કહાં હૈ દીવાને (સી આઈ ડી-૧૯૫૬)
*એ દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ (ભાઈ ભાઈ- ૧૯૫૬)
*આજ સજન મોહે અંગ લગા લે... જનમ સફલ હો જાયે (પ્યાસા-૧૯૫૭)
*મેરા નામ ચિન ચિન ચૂ (હાવરા બ્રિજ-૧૯૫૮)
તારા વિના કશે મન લાગતું નથી....
કોઈ કાવ્ય વાંચો-સાંભળો અને એના શબ્દો-લાગણી-છંદ-પ્રાસ અપ્રતિમ હોય એટલે અત્યંત ગમી જાય. કોઈક વાર એવું યે થાય કે રચનામાં એવું કઈ ખાસ ન હોય છતાં પણ એ અનહદ ગમી જાય. એનું કારણ એ હોય છે કે એમાં કહેવાયેલી વાત આબેહૂબ આપણા દિલની વાત હોય. જાણે કોઈએ ચેહરા સામે આઈનો ધરી દીધો ન હોય!
મિત્રો, કહો તો જોઈએ કે ડૉ. મુકુલ ચોક્સીની આ રચના ક્યા પ્રકારની છે?!! :P
જુલાઈ 15, 2014
દેખો રુઠા ના કરો.....
“ઓહ.. તું છો....!!!” બેડ સાઈડ લેમ્પના ઝાંખા અજવાળામાં અર્ધમીંચી અધખુલ્લી ઊંઘરેટી આંખે એની સામું જોતા એ
બોલી...
“તો રાતના અઢી વાગ્યે બેડરૂમમાં બીજું કોણ હોઈ શકે મારા સિવાય? એય...તું કોને એક્સ્પેક્ટ કરે છે????” કૈક
ચીડાયેલા અવાજે એ બોલ્યો..
“રણબીર કપૂરને...” અડધી ઊંઘમાં પણ એ મજાક કરી શકી એનું પોતાને જ આશ્ચર્ય થયું!
જુલાઈ 11, 2014
અકેલે હૈં, ચલે આઓ....
પાંચમાં માળે આવેલા
એપાર્ટમેન્ટના દરવાજાના કી હોલમાં ચાવી ફેરવી બારણે તાળું મારી અમલે પીઠ પર ભરાવેલો લેપટોપ બેગનો
સ્ટ્રેપ સરખો કર્યો અને પગથિયાં ઉતરવા માંડ્યા. અપાર્ટમેન્ટમાં આમ તો લીફ્ટ હતી પણ કસરતના ભાગ
રૂપે એ કાયમ પગથિયાં ચડી-ઉતરીને જ જતો.
ચોથા માળ પર આવીને એ જરા અટક્યો. હાથમાં પકડેલા ફોન પરથી એણે એક નંબરનો ફાસ્ટ ડાયલ લગાડ્યો.
જુલાઈ 07, 2014
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)


















